Wed,16 July 2025,8:25 pm
Print
header

રૂ.1 લાખનો તોડ, સુરતમાં પીઆઈની ગેરહાજરીમાં બે કોન્સ્ટેબલોએ કેસની ધમકી આપીને ઓઈલના વેપારી-સેલ્સમેન પાસેથી રૂપિયા ખંખેર્યાં- Gujarat Post

  • Published By mayur patel
  • 2025-06-12 10:25:04
  • /

ડુપ્લીકેટ ઓઈલ અને જીએસટી બિલ ન હોવાના મુદ્દે પૈસા પડાવ્યાં બાદ મુદ્દામાલ પણ પોતાની પાસે રાખીને સગેવગે કરી દીધો

સુરતઃ શહેરના ગોડાદરા સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલે પીઆઈની ગેરહાજરીમાં ઓઈલના સેલ્સમેન અને વેપારી પાસે ડુપ્લીકેટ ઓઈલનો અને જીએસટી બિલ ન હોવાનો કેસ કરવાની ધમકી આપીને રૂ.1 લાખ પડાવ્યાં હતા. તેમના એક બાતમીદારે પરવત પાટીયા કાંગારું સર્કલ પાસે લુબ્રીકન્ટ ઓઈલના સેલ્સમેનને અટકાવતા તે ભાગ્યો હતો. બાદમાં તેને ગોડાદરા કેપિટલ સ્કવેર પાસે બંને કોન્સ્ટેબલે અટકાવ્યા હતા. વેપારીને બોલાવી કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યાં હતા. એટલું જ નહીં બંનેએ તોડ કર્યા બાદ મુદ્દામાલ પોતાની પાસે રાખી બાદમાં સગેવગે પણ કરી દીધો હતો.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈની ગેરહાજરીમાં બે કોન્સ્ટેબલોએ મોટો ખેલ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગોડાદરા પોલીસ મથકમાં નોકરી કરતા અને હાલ અરજી સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હરીશ આહીર અને સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલના બાતમીદારે પરવત પાટીયા કાંગારું સર્કલ નજીક લુબ્રીકન્ટ લઈ જતા એક સેલ્સમેન નિર્મલને અટકાવ્યો હતો. કોન્સ્ટેબલના બાતમીદારે દમદાટી આપતા સેલ્સમેન નિર્મલ ત્યાંથી ભાગ્યો હતો. આ અંગે બાતમીદારે બંને કોન્સ્ટેબલોને જાણ કરતા તેમણે સેલ્સમેન નિર્મલને ગોડાદરા કેપિટલ સ્કવેર પાસે અટકાવી તેની પાસેથી ઓઈલનો જથ્થો કબ્જે કરી તેની સામે ડુપ્લીકેટ ઓઈલનો કેસ કરવાની ધમકી આપીને રૂ.15 હજાર પડાવી લીધા હતા.

ત્યાર બાદ સેલ્સમેન પાસેથી નંબર મેળવી લસકાણાના સૌરાષ્ટ્રવાસી ઓઈલના વેપારીને બોલાવી તેમની સામે ડુપ્લીકેટ ઓઈલ અને જીએસટી બિલ નથી તેવો કેસ કરવાની ધમકી આપી રૂ.5 લાખની માંગણી કરી હતી. વેપારીએ તેમના પરિચિતોને મધ્યસ્થી બનાવી વાટાઘાટ કરતા આખરે બંને કોન્સ્ટેબલે રૂ.1 લાખમાં પતાવટ કરી કેસ કર્યો નહોતો.જોકે, બંને આટલેથી અટક્યા ન હતા.  તેમણે ઓઈલનો જથ્થો કબ્જે કરીને પોતાની પાસે રાખી મુક્યો હતો.વેપારીએ તેમની પાસે ઓઈલના જથ્થાની માંગણી કરતા બંનેએ તેમને પરત આપવાને બદલે સગેવગે કરી દીધો હતો.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch