Sat,20 April 2024,11:21 am
Print
header

કોંગ્રેસ કેટલી તૂટશે ? સુરતમાં પાટીદાર નેતા અશોક જીરાવાલા ભાજપમાં જોડાઇ ગયા- Gujarat Post

(અશોક જીરાવાલાએ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો કર્યો ધારણ)

  • અશોક જીરાવાલા અમરેલીના જીરા (સીમરણ) ગામના વતની હોવાથી અટક જીરાવાલા રાખી છે
  • કોંગ્રેસનો સિમ્બોલ લાગ્યો હોવાથી નિર્ણયો લેવામાં તકલીફ પડતી હોવાની અશોક જીરાવાલાએ કરી કબૂલાત
  • હાર્દિક પટેલને પણ ભાજપમાં સામેલ થવા જીરાવાલાએ આપી સલાહ

સુરત: કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. પાટીદાર નેતા અશોક જીરાવાલાએ પંજો છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં કોંગ્રેસ નેતા અશોક જીરાવાલા સહિત 100 જેટલા લોકોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.  

ભાજપમાં સામેલ થયા બાદ અશોક જીરાવાલાએ કહ્યું કે મારા માથા પર કોંગ્રેસનો સિમ્બોલ લાગ્યો હોવાથી નીતિ વિષયક નિર્ણયોમાં તકલીફ પડતી  હતી. એટલે વડીલોએ મને સમજાવ્યો અને હવે કેસરિયો ધારણ કરી રહ્યો છું. હાર્દિક પટેલની પણ કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલે સમાજ અને રાષ્ટ્રના કામ કરવા હોય તો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવું જોઈએ.

સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામ સાગઠીયા ​​કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.કોંગ્રેસ દ્વારા બંને નેતાઓનો સંપર્ક કરીને સમજાવવામાં આવ્યાં હતા. જો કે બાદમાં બંને નેતાઓ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલને મળ્યાં હતા અને આપમાં જોડાઇ ગયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch