વિધર્મી યુવક નહીં પકડાય ત્યાં સુધી અંતિમવિધી નહીં કરીએઃ મૃતક યુવતીનો પરિવાર
સુરત: વેસુના એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બેભાન હાલતમાં મળી આવતા બંન્નેને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરતા તેની સાથેનો યુવક સારવાર અધૂરી છોડીને ફરાર થઇ ગયો હતો. મૃતક યુવતી ડીંડોલીની રહેવાસી છે, બીએડની વિદ્યાર્થિની હતી.
ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે પરિવારે કહ્યું કે, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે દીકરીના અંતિમ સંસ્કાર કરીશું નહિ. દીકરીના પિતા મુંબઈથી સુરત આવશે, ત્યારબાદ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મૃતકનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉં.વ 22) છે. યુવતી બીએડના પ્રથમ વર્ષમાં હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી ઘરે પાછી ન આવતા પરિવાર કામરેજ કોલેજ પર ગયો હતો તો કોલેજ પણ બંધ હતી. ફોન કરતા મધુસ્મિતાનો ફોન બંધ આવતો હતો. જેથી આ કેસમાં પોલીસની મદદ લેવાઇ હતી.
સોમવારે રાત્રે 12:30 વાગ્યએ એક NGO અને પોલીસે મધુસ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવી કોલેજ બેગ અને મોપેડ આપ્યું હતુ, આ સાંભળીને માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29