Sat,20 April 2024,10:19 am
Print
header

સુરતઃ જાણીતા બિલ્ડર્સ અરિહંત અને સંગીની ગ્રુપ પર IT વિભાગના દરોડા, 35 ઠેકાણાંઓ પર તપાસ

ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીથી  બિલ્ડરોમાં ફફડાટ

સુરતઃ ઇન્કમટેક્સ વિભાગે જાણીતા બિલ્ડર્સ અરિહંત ગ્રુપ અને સંગીની ગ્રુપ સહિત શહેરના 35 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં છે, અમદાવાદ અને સુરતની ટીમો દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અશેષ દોશી અને મહેન્દ્ર-ચંપક ગ્રુપ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. આઈટી વિભાગે બેંક, લોકરો અને રોકાણ મુદ્દે તપાસ શરુ કરી છે. 100 જેટલાં અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા આ તપાસ થઇ રહી છે.

બિલ્ડર તથા તેમના સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના અન્ય ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી થઇ રહી છે. સુરતમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ સામે આવી શકે છે.થોડા સમય પહેલા આઇટીએ રાજકોટ અને અમદાવાદમાંથી પણ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડી હતી અને હવે સુરતમાં આઇટીએ સપાટો બોલાવી દીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch