Thu,25 April 2024,5:31 pm
Print
header

સુરતમાં GST ના રૂપિયા 40 કરોડના કૌભાંડનો પર્દાફાશ, બોગસ બિલિંગ માટે બનાવી હતી 13 કંપનીઓ

સુરતઃ સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં અધિકારીઓએ દરોડા પાડીને 13 બોગસ કંપનીઓ પકડી પાડી છે જેમાં 40 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે આરોપીઓ દ્વારા 13 બોગસ કંપનીઓ ઓપરેટ કરાતી હતી પેટ્રોલિયમ પેદાશોનો બિઝનેસ માત્ર કાગળ પર કરીને સરકારમાંથી આઇટીસી લઇ લેવામાં આવી રહી છે.

સુરતના અડાજણ ભટર અને પારલે પોઈન્ટ વિસ્તારમાં GST વિભાગે દરોડા પાડીને એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. જેને મહિલાઓના નામે પણ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની પુરી આશંકા છે જીએસટી વિભાગ દ્વારા આ કેસની ઉંડી તપાસ કરીને અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરાશે. નોંધનિય છે કે સુરતમાં પહેલા પણ બોગસ બિલિંગના કૌભાંડો સામે આવી ચુક્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch