Thu,18 April 2024,9:20 am
Print
header

નેતાજીના રંગરેલીયા, સુરત જિલ્લા ભાજપના નેતાનો મહિલા સાથેનો બિભત્સ વીડિયો વાઇરલ- Gujarat Post

સુરતઃ ભાજપના નેતાનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. બારડોલી તાલુકાના ખરવાસા ગામના ભાજપ નેતા અને સહકારી અગ્રણી અજિત પટેલ એક મહિલા સાથે બિભત્સ વર્તન કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેઓ બિભત્સ હરકત કરતાં જોવા મળી રહ્યાં છે. વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. નેતાજીના વિરોધીઓ આ મામલે તેમના પર પ્રહાર કરી રહ્યાં છે.બારડોલી તાલુકાના ખરવાસા ગામના અજિત પટેલનો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને હાલ સુમૂલ ડેરીના ડિરેકટર અજિત પટેલ હવે વિવાદમાં આવ્યાં છે.

ભાજપ અગ્રણી અને સુમૂલ ડેરીના ડિરેક્ટર અજિત પટેલનો આ વીડિયો વોટ્સએપના ગ્રુપોમાં પણ ફરી રહ્યો છે. સુમૂલ ડેરીમાં ખરવાસા દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનાર અજિત પટેલની આ કરતૂતથી ભાજપે નીચુ જોવાનો વારો આવ્યો છે. ભાજપ તેમની સામે કોઇ કાર્યવાહી કરી શકે છે.

લોકોએ વિશ્વાસ રાખીને બારડોલી તાલુકા પંચાયતની વરાળ બેઠક પરથી મતો આપીને તાલુકા પંચાયતમાં તેમને ચૂંટી કાઢ્યા હતા અને હવે તેઓ આવી હરકતો કરતા નજરે આવ્યાં છે. જોવું રહ્યું આ રંગીલા નેતાજી સામે ભાજપ શું કાર્યવાહી કરે છે.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch