Tue,08 October 2024,8:26 am
Print
header

સુરતમાં PSI 1,00,000 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, જાણો વધુ વિગતો

પહેલા 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને 1 લાખ રૂપિયા લેતા ઝડપાયા આ સરકારી બાબુ

સુરતઃ એસીબીએ સુરતમાં ટ્રેપ કરી છે, લલિતકુમાર મોહનલાલ પુરોહિત, હોદ્દો-પો.સ.ઈ. (વર્ગ-3), નોકરી- ગોપીપુરા પોલીસ ચોકી, અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.

રેલ્વે સ્ટેશનની સામે બિસ્મિલ્લા હોટલ પાસે આરોપીએ લાંચ લીધી અને એસીબીએ ટ્રેપ કરી હતી. ફરીયાદી વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી, જે અરજીની તપાસ આ પીએસઆઇ કરતા હતા. જેમાં આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી વિરુદ્ધની અરજી ફાઈલે કરીને તેનો નિકાલ કરવા 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
 
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને બનાસકાંઠા એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, બાદમાં એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ, જેમાં આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
 
ટ્રેપિંગ અધિકારી: એન. એ. ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટેશન, પાલનપુર

સુપરવિઝન અધિકારી: કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch