સુરતઃ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ACB એ કડક વલણ અપનાવ્યું છે. ACB નિયામકે સુરત મનપાના 5 અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસની સત્તાવાર મંજૂરી માંગી છે.
આ સમગ્ર મામલો વર્ષ 2019 ના સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ અને એલ.ઈ.ડી સપ્લાયના 4 ટેન્ડરો સાથે જોડાયેલો છે. અરજદારે આ 4 ટેન્ડરોમાં સૌથી ઓછો ભાવ ભર્યો હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓએ ખોટી રીતે આ ટેન્ડરો રદ્દ કરી દીધા હતા. ઇજારદાર દ્વારા ACB માં ફરિયાદ નોંધાવાયા બાદ લાંબી તપાસ હાથ ધરાઈ હતી, તમામ પક્ષોના નિવેદનો નોંધીને સુરત ACB એ વડી કચેરીને વિસ્તૃત અહેવાલ મોકલ્યો હતો.આ અહેવાલના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવા તપાસની મંજૂરી માંગવામાં આવી છે.
ACB એ તપાસ માટે જે 5 અધિકારીઓના નામ મોકલ્યાં છે તેમાં જયેશ ચૌહાણ- તત્કાલિન વિજિલન્સ ઓફિસર (હાલ નિવૃત્ત), કે.એચ. ખતવાણી- તત્કાલિન એડિશનલ સિટી ઇજનેર (હાલ નિવૃત્ત), કિરીટ સુવર્ણકાર- તત્કાલિન ડેપ્યુટી ઇજનેર (રાજીનામું આપેલું છે), રોહિત પટેલ- ડેપ્યુટી ઇજનેર અને કે.ટી. પટેલ- ડેપ્યુટી ઇજનેર (હાલ હાઇડ્રોલિક વિભાગ) સામેલ છે.
હવે મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનિવાલ આ અધિકારીઓ સામે તપાસની લીલી ઝંડી આપે છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58