Sat,20 April 2024,5:23 am
Print
header

ACB ના હાથે આયકર ભવનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

સુરતઃ ACBના હાથે વધુ એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો ગયો છે. ફરીયાદીએ કાયદેસરની રકમનું ટી.ડી.એસ. ભર્યું હતું. જે ભરવા પાત્ર રકમથી રૂ.17,750 નું ટી.ડી.એસ. ભુલથી વધારે ભરાઈ ગયું હતું. જેથી વધારાના ટી.ડી.એસ. અંગે ફોર્મ-62 QW નું ફોર્મ ભરીને ફરિયાદીએ તા.૦5/૦4/2023ના રોજ ઓનલાઇન અરજી કરી હતી

જે અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે તેજવીર ગેંદા સીંગ, સ્ટેનો ગેડ-સી, વર્ગ-3,આયકર ભવન, અડાજણ, સુરતે પ્રથમ રૂ.5000 ની લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂ. 2500 આપવાના નક્કી કર્યાં હતા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપીને ઇન્કમટેક્ષની કચેરી, ચોથો માળ, રૂમ નં.402ની સામે, અડાજણ, સુરતમાં રૂ. 2500ની લાંચ લેતા ઝડપી લીધો હતો. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી- આર.કે.સોલંકી, પોલીસ ઇન્સપેકટર,
સુરત ગ્રામ્ય, એ.સી.બી પો.સ્ટે

સુપર વિઝન અધિકારી-

આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch