Tue,26 September 2023,4:22 am
Print
header

સુરતમાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ACB ના છટકામાં સપડાયો- Gujarat Post

સુરતઃ રાજ્યમાં લાંચિયા અધિકારીઓની ભરમાર હોય તેમ એક જ દિવસમાં બે સરકારી બાબુઓ એસીબીના હાથે ઝડપાયા છે.સવારે સુરત મહાનગર પાલિકાના અને સાંજે સુડા ભવન તથા પાલિકાના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. સવારે SMC સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર અંકિત પટેલની ધરપકડ કરવામાં આવ્યાં બાદ સાંજે સુડા ભવનના ડીસ્પેચ મહિલા ક્લાર્ક નિરાલી દવેની ધરપકડ કરાઈ હતી.

ફરિયાદીએ એસ.એમ.સી વોર્ડ નં.4 ના વેરા બિલમાં નામ ફેર હેતુ માટે અરજી કરી હતી. જેમાં વ્યવસાય વેરો 54 હજાર રૂપિયા ભરવાને બદલે 34 હજારમાં કામ પતાવી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ રસીદ 34 હજારના બદલે 11 હજાર રૂપિયાની મળશે તેમ આરોપીઓએ જણાવ્યું હતું.

તેમણે  એસ.એમ.સી. વોર્ડ નં.4 ના કર્મચારી સાથે વાતચીત કરાવવાનું કહેતા નિરાલી દવે સાથે ટેલીફોનિક કોન્ફરન્સથી વાતચીત કરાવી રૂ.34,૦૦૦ ની લાંચ આપવાનું નક્કી કર્યુ હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને છટકાનું આયોજન કર્યુ હતું.

અંકિત પટેલ લાંચના છટકા દરમિયાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 34,000 લાંચની માંગણી કરી તે રકમ અડાજણ એસ.ટી. ડેપોના પાર્કીંગમાં સ્વીકારતા પકડાયા હતા, જ્યારે નિરાલી દવે બાબતે પુછતા તેઓએ જણાવેલ કે, નિરાલી દવે એસ.એમ.સી. વોર્ડ નં.4 ના કર્મચારી ન હોવા છતા ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કરવા ખોટુ નામ ધારણ કરી ટેલીફોનીક વાતચીત કરાવી હતી. જેથી બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રેપીંગ અધિકારી: એસ.એચ.ચૌધરી
પોલીસ ઈન્સ્પેકટર તાપી એ.સી.બી. પો.સ્ટે, વ્યારા

સુપર વિઝન અધિકારી, આર.આર.ચૌધરી
મદદનીશ નિયામક એ.સી.બી. સુરત એકમ સુરત

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch