Thu,25 April 2024,10:19 am
Print
header

સૂરજ ભુવાની આ રહી કરતૂત, ધારાને દર મંગળવારે મઢ પર બોલાવતો હતો

જૂનાગઢઃ સૂરજ ભુવાએ કરેલી ધારાની હત્યા મામલે તેના ભાઇએ નવો ખુલાસો કર્યો છે. હત્યારો સુરજ ભુવો દર મંગળવારે ધારાને મઢ પર બોલાવતો હતો અને મનમાની કરતો હતો, તેને અન્ય યુવતીઓ સાથે સંબંધો હોવાની પણ શક્યતા છે. સૂરજ ભુવો અને તેના સાથીઓ અસામાજિક પ્રવૃતિઓ ચલાવતા હતા. યોગ્ય રીતે પોલીસ તપાસ થાય તો હજુ અનેક ખુલાસા સામે આવી શકે છે. પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે પોલીસે પહેલા ધારાને શોધવા માટે અમારી કોઇ મદદ કરી ન હતી. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસની ટીમ એક્ટિવ થઇ હતી. એક વર્ષ પહેલા સૂરજ ભુવાએ ધારાની હત્યા કરી હતી અને તેને ફાંસીની સજા થાય તેવી માંગ થઇ રહી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ધારા ગત 19 જૂનના રોજ જૂનાગઢ પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સૂરજ ભુવાજી અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ ધારા ગુમ હતી.

પછી આ ભૂવાએ એવું નાટક કર્યું હતુ કે ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી નીકળી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પડતા નહીં. અગાઉ સૂરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે સૂરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા, મીતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. ભૂવાએ ખોટી રીતે યુવતીને ફસાવી હતી અને તેને મોટી ચાલ ચાલી હતી, જો કે હવે તે પોલીસ સકંજામાં આવી ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch