Fri,19 April 2024,7:59 pm
Print
header

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ ઈશ્યૂં કરાયું, જાણો સમગ્ર મામલો- Gujaratpost

વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યો હતો

વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયા

મહેસાણાઃ અંદાજે 800 કરોડ રૂપિયાના કૌભાંડોમાં પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધકપકડ કરવામાં આવી છે. ગઇકાલે મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો છે. દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે એક પછી એક નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. હવે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યૂં કરાયા છે. આ બંને નેતાઓએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યાં હતા. જેથી મહેસાણા કોર્ટે સમન્સ ઇશ્યૂં કર્યાં છે.

સરકારી વકીલ વિજય બારોટ દ્વારા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રાખવા આપેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 6 ઓક્ટોમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યૂં કરાતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું હતુ, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા.

વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. 23 તારીખ બપોરે 12 કલાક સુધી રિમાન્ડ તે રિમાન્ડ પર છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નાણાંકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી. 

બીજી બાજુ અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યાં છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું છે. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતીકાલે દિયોદર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ચૌધરીની અમેરિકા સહિત વિદેશમાં કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જો આ સાચુ હશે તો ઇડી પણ આ કેસમાં એન્ટ્રી કરશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch