વડોદરાઃ રામપુર વિસ્તારમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. તે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે સપ્ટેમ્બર મહિનાથી અહીં ભણવા માટે આવી હતી. યુવતી પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે પરંતુ તેમાં મોતનું કારણ જણાવવામાં આવ્યું નથી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે મિત્રએ પોલીસને જાણ કરી હતી
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીની પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ તે પરીક્ષા આપવા ગઈ ન હતી તેથી તેની ફ્રેન્ડ તેના ઘરે ગઇ હતી. ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં યુવતીના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે.
વિદ્યાર્થીની રામડા એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી
વડોદરાના રામપુર વિસ્તારમાં નવરંગ સિનેમા રોડ પર આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં 20 વર્ષની વિદ્યાર્થીની પેઇંગ ગેસ્ટ તરીકે એકલી રહેતી હતી. ગત રાત્રે 10:15 વાગ્યે તે તેના રૂમમાં ગયા બાદ પાછી આવી ન હતી. આજે તેની ફાર્મસીની પરીક્ષા હતી. જ્યારે તેની સાથી વિદ્યાર્થીનીએ તેને પરીક્ષામાં હાજર ન જોઇ તો તે તેના ઘરે ગઇ. તેના ઘરનો રૂમ બંધ હતો. મિત્રોએ મળીને ઘરનો દરવાજો ખોલ્યો હતો.
તેઓએ જોયું કે 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના માતોર કુમાર મેંડોરે તેના દુપટ્ટા વડે ફાંસી લગાવી લીધી હતી. ત્યાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી પરંતુ મૃતક વિદ્યાર્થિનીએ કંઈ જણાવ્યું ન હતું. તેમજ કોઈને દોષિત ઠેરવવામાં આવ્યાં ન હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
લવ જેહાદ...મોહસીને મનોજ બનીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવી, ત્રણ વર્ષ પછી સત્ય આવ્યું સામે | 2025-02-15 14:26:54
વડોદરાઃ ડોક્ટરને ચોરીની લત લાગી અને ક્લિનિક બંધ કરીને બનાવી ગેંગ, અત્યાર સુધીમાં 140 કારની કરી ચોરી | 2025-02-14 09:12:49
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
લગ્નેતર સંબંધોમાં સજા...દાહોદના સંજેલીમાં મહિલાને અર્ધનગ્ન કરીને માર્યો માર | 2025-01-31 14:41:58