વડોદરાઃ એક ટ્રકે એક્ટીવા પર સવાર બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિધાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર વિદ્યાર્થીનીઓને ચાર રસ્તા પર એક ઝડપી જઇ રહેલી ટ્રકે ટક્કર મારી હતી અને તેમાંથી એકનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.
કેયા પટેલ નામની વિદ્યાર્થીની એક્ટીવા ચલાવી રહી હતી, જ્યારે જેન્સી પાછળની સીટ પર બેઠી હતી.વળાંક લેતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રકે તેની એક્ટીવાને ટક્કર મારી હતી, જેના કારણે વિદ્યાર્થિની રોડ પર પટકાઈને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતક વિદ્યાર્થીની કેયા પટેલ અમેરિકા જવાની હતી. તેના 10 વર્ષના વિઝા આવી ગયા હતા, તે એક મહિના પછી ત્યાંથી જવાની હતી અને અકસ્માતમાં તેનું મોત થઇ ગયું છે. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલક હરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા | 2025-06-12 18:22:31
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
Acb ટ્રેપઃ મનરેગાના ટેક્નીકલ આસિસ્ટન્ટ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-05-31 21:54:26
Video: વડોદરામાં સોફિયા કુરેશીની બહેને પીએમ મોદીનું કર્યું સ્વાગત, રોડ શોમાં ઉમટ્યાં લોકો- Gujarat Post | 2025-05-26 11:07:44
Acb ની મોટી કાર્યવાહી, ફરિયાદીના રેકોર્ડિંગને આધારે વડોદરા મનપાના નાયબ કાર્યપાલ ઇજનેર સામે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગુનો દાખલ | 2025-05-23 20:44:08
મંત્રી બચુ ખાબડે તો ભાજપ અને રાજ્ય સરકારની બરોબરની આબરૂ કાઢી, મનરેગા કૌભાંડમાં હવે બીજા પુત્રની પણ ધરપકડ | 2025-05-19 13:26:19
Breaking News: મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ | 2025-05-17 11:58:04