Thu,25 April 2024,11:04 am
Print
header

શેરબજારમાં ચાલુ વર્ષે ગુજરાતી કંપનીઓનું IPO ભંડોળ આટલા હજાર કરોડને આંબી જશે

(File Photo)

અમદાવાદઃ ગુજરાતીઓ શેરબજારમાં મોટા પ્રમાણમાં સક્રિય છે, થોડા વર્ષોમાં ઘણી ગુજરાતી કંપનીઓનું શેરબજારમાં લિસ્ટિંગ થયું છે.આઈપીઓની ભરમારને કારણે ગુજરાત સ્થિત કંપનીઓના પબ્લિક ઈસ્યૂંનો આંક 2021ના અંત સુધીમાં 10 હજાર કરોડે પહોંચી જશે. આ પબ્લિક ઈસ્યૂંમાં મેઇનબોર્ડ અને સ્મોલ-મિડીયમ એન્ટરપ્રાઇઝ બંનેનો સમાવેશ થાય છે.

ગુજરાતની કંપનીઓએ અત્યાર સુધીમાં 10 પબ્લિક ઈસ્યૂં દ્વારા 9,406 કરોડ એકત્ર કર્યા છે.જેમાં એસએમઈ આઈપીઓ સામેલ છે. નિરમા ગ્રુપનો નુવાકો વિસ્ટા કોર્પોરેશન લિમિટેડ, જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, અનુપમ રસાયણ લિમિટેડ, રોલેક્સ રિંગ્સ લિમિટેડ અને Heranba Ind Ltd મુખ્ય છે.  આ કંપનીઓએ અત્યાર સુધીમાં અનુક્રમે 5000 કરોડ, 962 કરોડ, 760 કરોડ, 731 કરોડ અને 625 કરોડ એકત્ર કર્યાં છે.

ગુજરાતની પાંચ કંપનીઓ આઈપીઓ લાવવા પાઈપલાઈનમાં છે,આ માટે તેમણે સેબીમાં દસ્તાવેજ જમા કરાવ્યાં છે. વેદા ક્લિનિકલ રિસર્ચ લિમિટેડ અને સહજાનંદ મેડિકલ ટેક્નોલોજી લિમિટેડના ઇસ્યૂંની સાઇઝ 830 કરોડ અને 1500 કરોડ તથા અદાણી વિલ્મારના આઈપીઓની સાઇઝ 4500 કરોડ હોઇ શકે છે. માર્કેટ એક્સપર્ટના કહેવા મુજબ ગુજરાતી કંપનીઓના આઈપીઓનું કદ ચાલુ વર્ષના અંતે 10 હજાર કરોડને પાર થઈ જશે.હાલ પાંચ કંપનીઓ પ્રોસેસમાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch