Wed,22 January 2025,4:44 pm
Print
header

વડોદરામાં દારૂ કટિંગ પર SMC ની ટીમ ત્રાટકી, બુટલેગરોએ પોલીસ પર કર્યો હુમલો- Gujarat Post

(ફાઇલ ફોટો)

સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું

રૂ.22 લાખના દારૂ સહિત રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાઃ 31 ડિસેમ્બર નજીક આવવાની સાથે જ રાજ્યમાં દારૂના ખેપિયા સક્રિય થઈ ગયા છે. વડોદરાના દરજીપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યાં હતા. દારૂ કટિંગ સમયે SMC એ કર્યા દરોડા પાડ્યાં હતા. મોડી રાત્રે 12.30 કલાકે બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. હુમલો થતાં પીઆઈ આર જી ખાંટે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ 6 થી 7 બુટલેગર નાસી છૂટયાં હતા. 3 બુટલેગરોની SMC એ ધરપકડ કરી હતી. પોલીસે એક કાર અને એક કન્ટેનર કબ્જે કર્યું હતું. અંદાજીત કુલ 22 લાખ રૂપિયાના દારૂ સહિત 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch