Wed,19 February 2025,9:41 pm
Print
header

મહાકુંભમાં ભાગદોડથી 25 શ્રદ્ધાળુઓનાં મોત, પીએમ મોદી સીએમ યોગીના સતત સંપર્કમાંં- Gujarat Post

પીએમ મોદીએ યોગી સાથે ત્રણ વખત કરી વાત

યોગીએ એક કલાકમાં બે મીટિંગ કરી

પ્રયાગરાજઃ મહાકુંભમાં ભાગદોડ મચી હતી, જેમાં 25 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે અને અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાક શ્રદ્ધાળુઓને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. મેળામાં ભાગદોડ થયા બાદ નિરંજની અખાડાએ શાહી સ્નાન રદ્દ કર્યુ હતું.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું કે, જે દુર્ઘટના થઈ છે તેનાથી અમે દુઃખી છીએ.અમારી સાથે હજારો શ્રદ્ધાળુ હતા. જનહિતમાં અમે આજના સ્નાનમાં સામેલ ન થવાનો નિર્ણય કર્ય. હું લોકોને આજના બદલે હવે વસંત પંચમીના દિવસે અહીં આવવાની અપીલ કરું છું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સંગમ ઘાટ પહોંચી રહ્યાં હોવાથી આવી સ્થિતિ ઉભી થઈ હતી. લોકોને જ્યાં પણ ગંગા મળે ત્યાં ડૂબકી લગાવવી જોઈએ.આ પ્રશાસનની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવા આસાન નથી, આપણે  પોલીસ અને તંત્રને સહયોગ આપવો જોઈએ.

ઘટના સ્થળેથી બહાર આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા હતા. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેર વહીવટીતંત્રે ભક્તોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch