Wed,19 February 2025,8:18 pm
Print
header

બાગપતમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સ્ટેજ તૂટ્યું, 7 લોકોનાં મોત- Gujarat Post

ધાર્મિક કાર્યક્રમ માટે 65 ફૂટ ઊંચુ સ્ટેજ બનાવવામાં આવ્યું હતુ

દુર્ઘટનામાં 75થી વધુ લોકો ઘાયલ થયા, મૃત્યુઆંક વધી શકે છે

લખનઉઃ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક માટી દુર્ઘટના બની છે. બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવના કાર્યક્રમ માટે બાંધવામાં આવેલું લાકડાનું સ્ટેજ તૂટી પડ્યું હતું. કાટમાળ નીચે દટાઈ જવાથી 7 શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા, જ્યારે 75 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી, ઘાયલોને ઇ-રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. માહિતી મળતાં જ બારોટ કોતવાલી પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. એસપી અને એડિશનલ એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોમાં 15 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

આ દુ:ખદ અકસ્માત બારૌત શહેરમાં કોતવાલી વિસ્તારના ગાંધી રોડ પર થયો હતો. શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં ગોઠવાયેલો કાર્યક્રમનો સ્ટેજ તૂટી પડ્યું હતુ.ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે.

નિર્વાણ મહોત્સવ અંતર્ગત અહીં એક ધાર્મિક કાર્યક્રમ હતો. જે માટે અહીં 65 ફૂટ ઊંચુ સ્ટેજ બનાવવામાં આવ્યું હતુ, સ્ટેજ પર મોટી સંખ્યામાં ભક્તો હોવાથી, તેની સીડી તૂટી હતી. જૈન કોલેજ કેમ્પસમાં સ્થિત માનસ્તંભમાં સ્થિત મૂર્તિના અભિષેક માટે લગાવવામાં આવેલી કામચલાઉ સીડીઓ પડી ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કારણે શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch