Sun,04 June 2023,2:36 am
Print
header

પાર્થ ચેટર્જી મારા ઘરનો મિની બેંક તરીકે ઉપયોગ કરતા હતા, અર્પિતા મુખર્જીએ કર્યો ખુલાસો- Gujarat Post

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરાયેલા મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરાઇ છે.ઇડીની પૂછપરછ દરમિયાન અર્પિતા મુખર્જીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેને કહ્યું છે કે આ તમામ પૈસા પેક કરીને એક રૂમમાં રાખવામાં આવ્યાં હતા.આ રૂમની અંદર માત્ર પાર્થ ચેટર્જી અને તેમના લોકો જ આવતા હતા. પાર્થ ચેટર્જી 10 દિવસમાં એકવાર આવતા હતા.પાર્થ મારું ઘર અને અન્ય એક મહિલાના ઘરનો ઉપયોગ મિની બેંક તરીકે કરતા હતા, તે મહિલા પણ પાર્થની સારી મિત્ર છે.પાર્થ કયારેય જણાવતા ન હતા કે કેટલા પૈસા છે.

પશ્ચિમ બંગાળની અભિનેત્રીએ અર્પિતાને પાર્થની ઓળખાણ કરાવી હતી. તેને પાર્થ સાથે 2016 થી મિત્ર હતી. પરંતુ ખોટી પ્રવૃત્તિઓ 2 વર્ષ પહેલાથી શરૂ થઈ હતી. આ પૈસા એસએસસી પરીક્ષાઓ,  બદલીઓ, કોલેજોને માન્યતા આપવી જેવા કામોમાંથી આવતા હતા. પાર્થના લોકો હંમેશા પૈસા લઈને આવતા હતા, EDને પાર્થના ઘરેથી 2012 TET પરીક્ષાના દસ્તાવેજો પણ મળ્યાં છે. અર્પિતાએ ઘણી પ્રોપર્ટી વિશે પણ જણાવ્યું છે. એક દલાલ અને મોટા ઉદ્યોગપતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. EDએ તેમના સ્થાનો પર પણ દરોડા પાડ્યા છે.

2008 અને 2014 વચ્ચે બંગાળી અને ઉડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેલા મુખર્જીએ મોડલિંગ કર્યું હતું. પરંતુ મનોરંજન ઉદ્યોગમાં મર્યાદિત સફળતા છતાં મુખર્જી દક્ષિણ કોલકત્તાના જોકા વિસ્તારમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ધરાવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રોએ જણાવ્યું કે તે નિયમિતપણે શહેરમાં હુક્કાબારમાં જતી હતી અને બેંગકોક અને સિંગાપોર જેવા સ્થળોએ ફરવા જતી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch