Fri,19 April 2024,1:29 pm
Print
header

શ્રીલંકા: રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક ભારે વિરોધ પ્રદર્શન, ટોળાએ પોલીસ બસને ચાંપી આગ- Gujarat Post

કોલંબોઃ રાજધાની કોલંબો સહિત સમગ્ર શ્રીલંકાના લોકો છેલ્લા ઘણા અઠવાડિયાથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. આવી સ્થિતિ સામે લોકોનો વિરોધ વધી રહ્યો છે. ગુરુવારે મોડી રાત્રે લોકોએ રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેના નિવાસસ્થાનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસ દળે આ પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘર્ષણ શરૂ થયું હતું. એકઠા થયેલા ટોળાએ પોલીસ પર બોટલો નાખીનેે પથ્થરમારો પણ કર્યો હતો. લોકોને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જની સાથે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગુરુવારે સાંજથી જ લોકો રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેના નિવાસસ્થાન પાસે રસ્તા પર એકઠા થવા લાગ્યા હતા.

તેઓ ગોતાભાયા અને તેના પરિવારની 'ઘર વાપસી'ની માંગ કરી રહ્યાં હતા. રાજપક્ષે પરિવાર હાલમાં શ્રીલંકાના રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે. ગોટાભાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ છે જ્યારે તેમના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષે પીએમ તરીકે સેવા આપી રહ્યાં છે. સૌથી નાનો ભાઈ, બાસિલ રાજપક્ષે નાણાં વિભાગ ધરાવે છે, સૌથી મોટા ભાઈ ચમલ રાજપક્ષે કૃષિ પ્રધાન છે,તેમના ભત્રીજા નમલ રાજપક્ષે કેબિનેટમાં રમતગમતનો હવાલો સંભાળે છે.

શ્રીલંકા હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ખાદ્યપદાર્થો અને સામાન્ય જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે. દેશમાં ઈંધણ અને ગેસની અછત છે, સ્થિતિ એવી પણ છે કે લોકોને પેટ્રોલ અને ડીઝલ માટે પંપો પર કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે. પેપરની અછતને કારણે શૈક્ષણિક સંસ્થાઓની પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવી પડી છે. ગુરુવારે સાંજે શ્રીલંકામાં ડીઝલ ન હતું, જેને કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો, તેની સાથે દેશના 22 કરોડ લોકોને લાંબા સમય સુધી વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. આઝાદી પછી આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર સૌથી ખરાબ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે.

અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, બસો અને કોમર્શિયલ વાહનો માટે ડીઝલ અને અન્ય ઇંધણ સમગ્ર ટાપુના સ્ટેશનો પર ઉપલબ્ધ નથી. પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું હતું, પરંતુ પુરવઠાની અછતને કારણે વાહનચાલકોને તેમની કારને લાંબી લાઈનોમાં મૂકવાની ફરજ પડી રહી છે. કોરોના વાયરસ રોગચાળાએ અહીંના પ્રવાસન ક્ષેત્રને તબાહ કરી નાખ્યું હતું. દેશમાં રોગચાળા પહેલા જ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

હજારો વિરોધીઓ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા.દરમિયાન દેખાવકારોના જૂથ સાથે પોલીસ ઘર્ષણ પણ થયું હતું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બોલાવવી પડી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch