Sat,20 April 2024,2:21 pm
Print
header

વિદેશમાં પણ અદાણીને પ્રોજેક્ટ અપાવવા PM મોદીએ દબાણ કર્યાનો મોટો દાવો, શ્રીલંકાના અધિકારીએ ફગાવી દીધી વાત- Gujarat Post

નવી દિલ્હી:શ્રીલંકાના એક અધિકારીએ દાવો કર્યો હતો કે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગૌતમ અદાણી ગ્રુપને પાવર પ્રોજેક્ટ આપવા તેમના પર દબાણ કર્યું હતુ, જો કે હવે આ અધિકારીએ આ દાવો પાછો ખેંચી લીધો છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ આવી વાતનો ઇનકાર કર્યો છે. શ્રીલંકાના વિદ્યુત વિભાગના વડા દ્વારા પાછા ખેંચવામાં આવેલા આરોપ પર અહીની સરકારે કોઈ ટિપ્પણી કરી નથી.

મન્નાર જિલ્લામાં 500 મેગાવોટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની વાત છે. સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB)ના અધ્યક્ષ MMC ફર્ડિનાન્ડોએ સંસદીય પેનલને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમને કહ્યું હતું કે PM મોદીએ તેમના પર પવન ઉર્જા પ્રોજેક્ટ સીધો અદાણી જૂથને આપવા દબાણ કર્યું હતું.

ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં ફર્ડિનાન્ડો કમિટી ઓન પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (COPE) સામે દાવો કરી રહ્યાં છે. અખબારના અહેવાલ અનુસાર, ફર્ડિનાન્ડોએ પેનલને કહ્યું કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ "મને કહ્યું હતુ કે તેઓ મોદીના દબાણમાં છે".એક દિવસ પછી રાષ્ટ્રપતિ રાજપક્ષેએ ટ્વિટર પર તેનો ઇનકાર કરી દીધો છે. રાજપક્ષેએ ટ્વિટ કર્યું, હું મન્નારમાં પવન ઉર્જા પ્રોજેક્ટ અંગેની COPE સમિતિની સુનાવણીમાં CEB અધ્યક્ષ દ્વારા આપેલા નિવેદનનું ખંડણ કરૂ છું. હું કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સંસ્થાને પ્રોજેક્ટ આપવા માટેની વાતને ફગાવું છે. 

આ સંદર્ભમાં તેમની ઓફિસે નિવેદન બહાર પાડ્યું છે.જેમાં આ પ્રોજેક્ટમાં દખલગીરીનો ઇનકાર કર્યો છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમણે મન્નારમાં કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને પવન ઉર્જા પ્રોજેક્ટ આપવા માટે દબાણ કર્યું નથી.શ્રીલંકા હાલમાં વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે, રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે મેગા પાવર પ્રોજેક્ટ્સના અમલીકરણને શક્ય એટલી વહેલી તકે કરવામાં આવે. આ પ્રોજેક્ટ્સ માટે સંસ્થાઓની પસંદગી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, શ્રીલંકા સરકાર દ્વારા પારદર્શક અને સિસ્ટમ અનુસાર કામ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રાજપક્ષેના કાર્યાલયે નિવેદન બહાર પાડ્યું હતું કે ફર્ડિનાન્ડોએ માફી માંગી છે અને કહ્યું કે કોઇના દબાણ અને લાગણીઓને કારણે તેમને ભારતના વડાપ્રધાન મોદીનું નામ આપવા માટે મજબૂર કરાયા હતા. હવે આ મામલે વધુ તપાસ થઇ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch