Fri,19 April 2024,1:07 pm
Print
header

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સીની કરાઈ જાહેરાત -Gujarat post

શ્રીલંકાઃ આજે રાત્રથી દેશમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ જાહેરાત કરી દીધી છે. શ્રીલંકામાં લોકો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરી રહ્યાં છે. સ્થિતી વણસી રહી છે જેથી રાષ્ટ્રપતિએ ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના મુખ્ય વિરોધ પક્ષે તાજેતરમાં સરકાર અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે જ્યારે દેશ તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રાજપક્ષેએ તેમની બંધારણીય જવાબદારીઓ નિભાવી નથી.

શ્રીલંકા આર્થિક સંકટ પાછળ કારણ શું ?

શ્રીલંકાનું અર્થતંત્ર પર્યટન ઉદ્યોગ પર આધારિત છે. દેશના જીડીપીમાં પર્યટન ઉદ્યોગની લગભગ 10 ટકા ભાગીદારી છે. કોરોના વાયરસને કારણે શ્રીલંકામાં પર્યટકોનું આગમન બંધ થઈ ગયું છે, જેને પગલે પર્યટન ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે કૅનેડા જેવા અનેક દેશોએ હાલ શ્રીલંકામાં રોકાણ બંધ કર્યું છે. કોરોનામાં લૉકડાઉન દરમિયાન શ્રીલંકાના મુખ્ય ઉદ્યોગો ચા, કપડા અને પર્યટન ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને મુખ્ય કારણ માનવામાં આવે છે. દેશના જીડીપીમાં પર્યટન ઉદ્યોગની લગભગ 10 ટકા ભાગીદારી છે. કોરોનાને કારણે પર્યટનને લાગેલા ફટકાનું નુકસાન ભોગવી રહેલા શ્રીલંકાની સરકારે ઘણી ભૂલો પણ કરી છે.   તેનાથી અર્થતંત્ર ધીમું પડતું ગયું. 2019માં રાજપક્ષે સરકારે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધારવા માટે ટેક્સ ઘટાડી દીધો હતો. જેનાથી સરકારની મહેસૂલી આવક પર પણ અસર પડી છે.

રાજપક્ષેનો દેશમાં કૅમિકલ ફર્ટિલાઇઝરથી ખેતી બંધ કરવાનો આદેશ ઘાતક નીવડ્યો. નિષ્ણાતો માને છે કે તેનાથી પાકમાં ઘટાડો થશે.

શ્રીલંકા એક દ્વીપ છે અને તેની પાસે સ્થિર આવકનો કોઈ સ્રોત નથી. કોરોના મહામારી અને સરકારના કેટલાક નિર્ણયોને કારણે શ્રીલંકાની સામે આર્થિક રૂપથી સંકટ વધતું ગયું છે. સાથે જ દેશની કેન્દ્રીય બેન્કના હાથમાં રહેલા વિદેશી હૂંડિયામણમાં સતત ઘટાડો થતો રહ્યો છે. જેથી હવે જનતા પણ સરકારના વિરોધમાં પ્રદર્શનો કરી રહી છે. તેની સામે સરકારે ઇમજરન્સી લાદી દેતા લોકોની મુશ્કેલીઓ વધશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch