Fri,19 April 2024,6:30 pm
Print
header

દાવો, સાઉથ કોરિયામાં એક બેદરકાર મહિલાએ 5000 લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો !

સાઉથ કોરિયાઃ વિશ્વના 190 દેશો આજે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, 16 હજાર લોકોનાં મોત થઇ ગયા છે અને 3.60 લાખ લોકો ચેપગ્રસ્ત બન્યાં છે, આ કુદરતનો કહેર છે, પરંતુ માનવ ભૂલો જ આ રોગને આગળ વધારી રહી છે, સાઉથ કોરિયામાં એક મહિલાએ 5000 લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મહિલા દેગૂ શહેરમાં શેચોંજી ચર્ચની પ્રાર્થના સભામાં ગઇ હતી, ત્યારે તે બિમાર હતી, બાદમાં અહી ઉપસ્થિત 1200 લોકોમાંથી અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.પછીથી આ મહિલા એક હોસ્પિટલ ગઇ હતી, ત્યાં પણ તેને કારણે 20 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. મહિલા બિમાર હોવા છંતા તેને બીજા કોઇની વિશે વિચાર્યું નહીં અને તે બહાર ફરતી રહી.

આ મહિલાને તાવ હતો તેમ છંતા તેને નોર્મલ દવા લઇને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના દિવસે અહીની એક હોટલમાં પાર્ટી કરવા ગઇ હતી, પાર્ટીમાં હાજર મોટાભાગના લોકોમાં પછીથી કોરોનાના લક્ષણો જોવા મળ્યાં હતા, મહિલાને ખબર પડી કે તેને કોરોના છે ત્યારે તો 5000 જેટલા લોકો આ ભયંકર વાઇરસની ઝપેટમાં આવી ગયા હતા, તેમાંથી અનેકના મોત થઇ ગયા છે, સિયોલ મેટ્રોપોલિટન કોર્ટે તેની સામે કેસ દાખલ કર્યો છે. બીજી તરફ ચર્ચે પણ દેશની માફી માંગી છે, કારણ કે કોરાના વાઇરસ ચર્ચમાં યોજાયેલી પ્રાર્થના સભા પછી ઝડપથી સાઉથ કોરિયામાં ફેલાયો હતો, જો કે આ મહિલાનું નામ હજુ સુધી જાહેર નથી કરાયું, અને તેના વિદેશ પ્રવાસની પણ માહિતી અપાઇ નથી, પરંતુ હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે આવી જ સ્થિતી ભારતમાં પણ થઇ રહી છે, કોરોનાગ્રસ્ત લોકોની બેદરકારી અન્ય લોકોના જીવ લઇ શકે છે, જેથી તમને અપીલ છે કે તમે ઘરોમાં જ રહો અને કોઇને કોરોનાના લક્ષણ હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરાવો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch