Fri,19 April 2024,7:56 am
Print
header

સોપોરમાં પોલીસ- CRPFની ટુકડી પર આતંકી હુમલો, 2 પોલીસકર્મીઓ શહીદ, 2 નાગરિકોનાં મોત

જમ્મુ-કાશ્મીરઃ બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે બંને જવાનોને હૉસ્પિટલ લઈ જતી વખતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને બે નાગરિકોનાં મોત પણ થઇ ગયા છે. આતંકવાદી હુમલો જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની જોઇન્ટ ટીમ પર સોપોરના આરામપુરામાં એક નાકા પર કરાયો છે હુમલા બાદ કેટલાક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આતંકીઓની સામે કાર્યવાહી માટે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચિંગ શરૂ કરી દીધું છે.

માર્યા ગયેલા બે નાગરિકોની ઓળખ મંજૂર અહમદ અને બશીર અહમદના રૂપમાં થઈ છે અહેવાલ છે કે હુમલામાં માર્યાં ગયેલા બંને નાગરિકો ક્રાલ તેંગના રહેવાસી હતા. ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓ સહિત બે નાગરિકોને શ્રીનગર રેફર કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે જૂન મહિનાની શરૂઆતમાં પુલવામા ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રાકેશ પંડિતાની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ, પંડિતા પર હુમલો તે સમયે થયો હતો જ્યારે તેઓ પોતાના બે સુરક્ષા અધિકારી PSO સાથે નહોતા. આ દરમિયાન બીજેપીના અનેક નેતાઓએ પાર્ટીના કાર્યકરો પર થઈ રહેલા હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો દ્વારા વારંવાર કાશ્મીરમાં હુમલા કરવામાં આવી રહ્યાં છે જેમાં ભારતીય સેના પર જડબાતોડ જવાબ આપી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch