Mon,25 October 2021,6:41 am
Print
header

ફિલ્મ સ્ટાર સોનૂ સૂદે આખા ગામની દિકરીઓને સાઈકલ આપવાની કરી જાહેરાત

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકોને મદદ કરવાને લઈ સતત ચર્ચામાં રહે છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સોનૂ સૂદ પાસે મદદ માંગતા રહે છે. સોનુ સૂદ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે દરેકને જવાબ આપે છે. સોનૂ સૂદે હાલમાં જ એક ગામની તમામ દિકરીઓને સાઈકલ આપવાની જાહેરાત કરી છે.

સંતોષ ચૌહાણ નામના એક ટ્વીટર યુઝરે ટ્વિટ કરતા લખ્યું છે કે, "ગામમાં 35 છોકરીઓ છે જેમને જંગલમાંથી 8 થી 15 કિ.મી.ની મુસાફરી કરવી પડે છે. ખૂબ ઓછા લોકો પાસે સાયકલ છે. આ એક નક્સલગ્રસ્ત રસ્તો છે. તેના ડરથી તેમના પરિવારજનો તેમને આગળ ભણવા દેશે નહીં ! જો તમે આ બધાને સાયકલ આપી શકો તો તેમનું ભવિષ્ય સુધરશે. "

તેના જવાબમાં સોનુ સુદે કહ્યું કે, ગામની દરેક છોકરીઓ પાસે સાયકલ હશે અને દરેક દિકરી ભણશે. પરિવારને કહેજો સાઈકલ પહોંચી રહી છે ચા તૈયાર રાખજો. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં સોનૂ સૂદે પગે ચાલીને જતા મજૂરોની ખૂબ મદદ કરી હતી. જેના કારણે સમગ્ર ભારતમાં સોનૂ સૂદને લોકો ઓળખતા થયા હતા. સોનૂ સૂદનું બોલીવૂડ સિવાય સાઉથ ફિલ્મોમાં પણ મોટું નામ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Guja

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch