Tue,16 April 2024,6:08 pm
Print
header

પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવાની માંગ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીને ઓછી કરવા અપીલ કરી છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું, હું તમને અનુરોધ કરુ છું કે આ ભાવ વધારાને પરત લેવામાં આવે અને આપણા મધ્યમ અને નોકરીયાત વર્ગ, આપણા ખેડૂતો અને ગરીબો, સાથી સૈનિકોને લાભ આપવામાં આવે.

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના લગભગ 7 વર્ષ પૂરા થઈ ગયા છે, હાલમાં પણ NDA સરકાર પોતાના આર્થિક ગેરવહીવટ માટે અગાઉની સરકારોને દોષી ઠેરવે છે. આગળ દાવો કરવામાં આવ્યો કે દેશમાં 2020માં કાચાતેલનું ઉત્પાદન છેલ્લા 18 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે. તેમ છંતા દેશમાં ઇંધનના ભાવ આસમાને છે.

ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક શહેરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પેટ્રોલ ગત દિવસોમાં 101.38 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઈ રહ્યું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch