Thu,25 April 2024,5:23 am
Print
header

પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો પાછો વીડિયો વિવાદ, યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, સોંગ પર વર્દીમાં બનાવ્યો વીડિયો

અલ્પિતા ચૌધરીને કરાયા સસ્પેન્ડ

મહેસાણાઃ થોડા મહિનાઓ પહેલા ટીકટોક વીડિયો બનાવીને વાઇરલ કરનાર પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી સામે તપાસના આદેશ આપીને તેમણે સસ્પેન્ડ કરાયા હતા, હવે ફરીથી આ મહિલા પોલીસકર્મીનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે પોલીસની નોકરી કેટલીક મર્યાદાઓમાં અને શિસ્તમાં રહીને કરવાની હોય છે, તેમ છંતા કેટલાક પોલીસકર્મીઓ આ વાત માનવા તૈયાર નથી.

અલ્પિતાએ ખાખી વર્દી પહેરીને બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામમાં આ વીડિયો પોસ્ટ કર્યાં છે. યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત જેવા હિન્દી ફિલ્મોના સોંગ પર આ વીડિયો બનાવવામાં આવ્યાં છે. નોંધનિય છે કે અગાઉ વિવાદમાં આવેલા મહિલા પોલીસ કોન્ટેબલ અલ્પિતા ચૌધરીને વીડિયોને કારણે સસ્પેન્ડ કરાયા હતા બાદમાં તેઓ પાછા નોકરી પર હાજર થયા હતા, હવે મંદિર પરિષદમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યાં છે જોવું રહ્યું કે ગુજરાત પોલીસ હવે તેમના જ બેકાબૂ કર્મચારી સામે શું કાર્યવાહી કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch