Thu,25 April 2024,5:16 pm
Print
header

ડાયાબિટીસથી લઈને કિડની સુધી, સીતાફળની સ્મૂધી ખૂબ જ છે ઉપયોગી, આ રીતે કરો તૈયાર- Gujarat Post

શરીફા એટલે કે સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન A, B, C, E, B6 પૂરતી માત્રામાં હોય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સીતાફળને કાચું પણ ખાઈ શકાય છે, પરંતુ જો તમે ઈચ્છો તો સ્વાદિષ્ટ સ્મૂધી બનાવીને પણ ખાઈ શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેનું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે, વજન ઓછું થાય છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે, સાથે જ હૃદય સ્વસ્થ રહે છે.

ચાલો જાણીએ ટેસ્ટી સીતાફળ સ્મૂધી બનાવવાની સરળ રેસિપી.

સીતાફળ સ્મૂધી બનાવવા માટેની સામગ્રી

એક સીતાફળનો પીસેલા પલ્પ 
તાજુ દહીં - એક વાટકી
તજ પાવડર - 1-2 ગ્રામ
મધ - સ્વાદ મુજબ

સીતાફળની સ્મૂધી કેવી રીતે બનાવવી

સીતાફળ સ્મૂધી બનાવવી સૌથી સરળ છે. આ માટે ઉપર આપેલી આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખીને બરાબર મિક્ષ કરી લો.તૈયાર છે તમારી ટેસ્ટી સીતાફળ સ્મૂધી. હવે તમે તેનું સેવન કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar