પૂર્વ IPS આરબી શ્રીકુમારે એક સાક્ષીને ફોન કરીને આપી હતી ધમકી
બનાવટી દસ્તાવેજો, બનાવટી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યાં હતા
100 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ
અમદાવાદઃ ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 2002ના ગુજરાત રમખાણો પછીના ષડયંત્રોના કેસમાં બનાવટી પુરાવા મામલે તિસ્તા સેતલવાડ, નિવૃત્ત DGP આરબી શ્રીકુમાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
તિસ્તા પરના ગંભીર આરોપોના પુરાવા કોર્ટની સામે મૂકવામાં આવ્યાં છે. જે મુજબ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મૃત્યુદંડની સજા આપવા માટે એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરાના બે ચહેરા પૂર્વ IPS આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ હતા, જેઓ સમયાંતરે નકલી દસ્તાવેજો તૈયાર કરીને તિસ્તાને મોકલતા હતા. બનાવટી દસ્તાવેજો, બનાવટી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યાં હતા, આ માટે વકીલોની ફૌજ તૈયાર કરવામાં આવી હતી. પીડિતોને ગેરમાર્ગે દોરીને ખોટી માહિતીને આધારે આ સમગ્ર ષડયંત્ર કરાયું હતુ.
પૂર્વ IPS આરબી શ્રીકુમારે એક સાક્ષીને ફોન કરીને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે તિસ્તા સાથે સમાધાન કરી લેજો. નહીંતર મુસ્લિમો તમારા વિરોધી બની જશે, તમે આતંકવાદીઓના નિશાને આવશો. એસઆઈટીના જણાવ્યાં અનુસાર, રમખાણ પીડિતોના કેમ્પમાં જઈને તિસ્તા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના કેટલાક નેતાઓને મળવાથી ગુજરાતમાં ન્યાય મળશે, તેવી ભ્રામક વાતો કહીને ગુજરાત બહારની કોર્ટમાં કેસ લઈ જવા માટે ઉશ્કેરાતા હતા.
તિસ્તા અને સંજીવ ભટ્ટ એકબીજાના સંપર્કમાં હતા, સંજીવ ભટ્ટ જાણીતા પત્રકારો, કેટલીક એનજીઓ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતાના ઈમેલ દ્વારા સંપર્કમાં હતા. આ બધાને એમિકસ ક્યૂરીને પ્રભાવિત કરવા સમજાવવામાં આવ્યા હતા. અલગ-અલગ અરજીઓમાં ષડયંત્ર પૂર્ણ કરવાના હેતુથી કામ કર્યું અને દરેકને સતત ઈમેલ કરતા રહ્યાં. તિસ્તાના જણાવ્યાં અનુસાર, એક સાક્ષી જેણે સોગંદનામું રજૂ કર્યું ન હતું તેનું પૂર્વ IPS સંજીવ ભટ્ટ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી નકલી સોગંદનામું કરાવાયું હતું. હવે વર્ષો પછી આ કેસમાં મોદી અને અન્ય નેતાઓને ફસાવવા ષડયંત્ર કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10
તાનાશાહ ભાજપે તો હવે હદ કરી નાખી છે, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ઇસુદાન ગઢવી- Gujarat Post | 2024-03-22 11:52:09