Fri,26 April 2024,12:26 am
Print
header

તાબિલાને મોસ્ટ વોન્ટેડ સિરાઝુદ્દીન હક્કાનીને બનાવી દીધો ગૃહમંત્રી, માથે છે 50 લાખ ડોલરનું ઈનામ

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં નવી સરકાર રચવામાં ઊભા થઈ રહેલા અવરોધોનો આખરે મંગળવારે અંત આવ્યો હતો અને તાલિબાનોએ મંગળવારે મોડી સાંજે નવી સરકારની જાહેરાત કરી હતી. કંદહારના વતની મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના નવા વડાપ્રધાન બન્યાં છે. અખુંદ તાલિબાનની નિર્ણય લેનારી શક્તિશાળી 'રેહબરી શુરા'ના વડા છે. ઈરાની શાસન પદ્ધતિ અપનાવનારા તાલિબાનોના સર્વોચ્ચ વડા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા રહેશે. મુલ્લા અબ્દુલ ગની બરાદરને નાયબ વડાપ્રધાન બનાવાયા છે. તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઓમરના પુત્ર મુલ્લા યાકુબ સંરક્ષણ મંત્રી બનશે. કુખ્યાત હક્કાની નેટવર્કના વડા સિરાઝુદ્દીન હક્કાની ગૃહમંત્રી, અબ્દુલ હકીમને ન્યાય મંત્રી, અબ્બાસ સ્તાનિકઝઈને નાયબ વિદેશમંત્રી બનાઇ દેવાયા છે. ખૈરઉલ્લાહ ખેરખાંને સૂચના મંત્રીપદ સોંપાયું છે.

અફઘાનિસ્તાનની નવી સરકારમાં અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સિરાઝુદ્દીન હક્કાનીને આંતરિક મંત્રી (ગૃહ મંત્રી) બનાવાયો છે. તેના પર અમેરિકાએ 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે અને હવે તેને તાલિબાને મોટી જવાબદારી આપી છે. ખૂંખાર આંતકી સંગટન હક્કાની નેટવર્કના સુપ્રીમો સિરાઝુદ્દીનની લિંક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસેસ ઈંટેલિજેંસ (આઈએસઆઈ) સાથે છે. તેને આઈએસઆઈનો પ્રોક્સી પણ માનવામાં આવે છે. તાજેતરમાં આઈએસઆઈ પ્રમુખ ડાયરેક્ટર જનરલ લેફ્ટિનેંટ જનરલ જૈફ હમીદે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને કાબૂલની સરેના હોટલમાં રોકાયો હતો. ત્યારથી જ તાલિબાન સરકારમાં પાકિસ્તાન પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગતા હોવાની અટકળો થઈ રહી હતી. હમીદના આ પ્રવાસ બાદ તાલિબાને તેમની સરકારની જાહેરાત કરીને હક્કાનીને નવો ગૃહમંત્રી બનાવ્યો છે. જે તાલિબાન સામે કરનારા અફઘાન નાગરિકો માટે હાનિકારક હોઈ શકે છે.

અમેરિકાએ સિરાઝુદ્દીન હક્કાની પર ઈનામ જાહેર કરીને તેને વૈશ્વિક આતંકવાદીનો દરજજો આપ્યો છે. તે એન્ટી સોવિયતના મુજાહિદ્દીન કમાંડર અલાઉદ્દીન હક્કાનીનો દિકરો છે. જાન્યુઆરી 2018માં કાબૂલમાં થયેલા ધડાકામાં એફબીઆઈનો તે વોન્ટેડ છે. હોટલમાં થયેલા બ્લાસ્ટમાં છ લોકોના મોત થયા હતા.અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેની પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યુ છે. એટલું જ તેની વિશે એવું પણ કહેવાય છે કે તે 2008માં અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈની હત્યાની કોશિશ કરવાની યોજના બનાવવામાં પણ સામેલ હતો. તેના અલ કાયદા સાથે ઘનિષ્ઠ સંબંધ પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનું કારણ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch