Tue,23 April 2024,2:22 pm
Print
header

ઐસા ક્યાં ગુના કીયા...તો લૂટ ગયે...ગીત ગાતા ગાતા જ કેકેએ છોડી દીધી દુનિયા- Gujarat post

કોલકત્તામાં કોન્સર્ટ દરમિયાન સિંગર કેકેનું નિધન, બોલીવૂડ જગત સ્તબ્ધ

કોલકત્તાઃ એક કોન્સર્ટ દરમિયાન સિંગર કેકેનું નિધન થઇ ગયું છે. સ્ટેજ પર તેમને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં છે. કેકે 53 વર્ષના હતા. તેમણે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મના ગીતો ગાયા હતા.

કોલકાતામાં આયોજીત કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેની તબિયત બગડી હતી. અચાનક તબિયત ખરાબ થતાં કેકેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે હોસ્પિટલના ડોક્ટરોએ તેમેને મૃત જાહેર કર્યાં હતા. ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં કેકેએ આ લાઈવ મ્યુઝિક કોન્સર્ટના ફોટો શેર કર્યાં હતા.

વિવેકાનંદ કોલેજમાં કેકેનો કાર્યક્રમ હતો. આ વાતની જાણકારી તેમણે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. અભિનેતા અક્ષય કુમાર, ગાયક અરમાન મલિક, અભિનેત્રી સોનલ ચૌહાણ અને મુનમુન દત્તા સહિત ઘણી હસ્તીઓએ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરમાને કહ્યું કે અમે વિશ્વાસ નથી કરી શકતા કે કેકે સર હવે નથી રહ્યાં.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch