બનાસકાંઠાઃ સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા ઉડાવતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે આ મામલે થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરાયો હતો, દિવ્યા ચૌધરીએ લગ્ન પ્રસંગમાં માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરીને કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે.
દિવ્યા ચૌધરીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સિંગર દિવ્યા ચોધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકર રાજાભાઈ ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ ચૌધરી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. થરા પોલીસે જાહેરનામાં ભંગ મુદ્દે ગુનો દાખલ કર્યો છે. નોંધનિય છે કે અગાઉ ગીતા રબારી અને કિંજલ દવે જેવા સિંગરોએ પણ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45