Sat,13 June 2026,3:00 pm
Print
header

કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ

  • Published By dilip patel
  • 2026-05-17 19:46:26
  • /

આઇટી વિભાગ પણ આ કેસની કરશે તપાસ 

કરોડો રૂપિયાની ચાંદી જપ્ત કરાઇ 

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી જીએસટી બિલ વગર ચાંદીની હેરાફેરી થઇ રહી હતી અને હવે ચાંદીનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, પહેલા રાજકોટ એકપોર્ટ પરથી 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવી હતી અને પછી અમદાવાદના ગીતામંદિરથી 100 કિલો ચાંદીનો જથ્થો મળ્યો છે.

SGST એ અમદાવાદથી 100 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની લક્ઝરી બસમાં હેરાફેરી થઇ રહી હતી. ગીતામંદિરથી લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનું કોઈ બિલ ના હોવાનું સામે આવ્યું છે. ચાંદીના મળી આવેલા જથ્થાનો કોઇએ ક્લેઇમ કર્યો નથી. સ્ટેટ GST વિભાગે આ જથ્થો કબ્જે કરીને તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે આ પહેલા રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી 280 કિલો ચાંદી ઝડપાઇ હતી, જે જથ્થો વારાણસીથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એર ઇન્ડિયામાં કાર્ગોમાં આ જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે અને ફરીથી અમદાવાદમાંથી પણ ચાંદીનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch