Fri,19 April 2024,11:59 pm
Print
header

માતા બનશે શ્રેયા ઘોષાલ, જાણો બાળકના નામને લઇને કંઇ વાત આવી સામે

મુંબઇઃ બોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલ અને તેના પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ખુશખબરી શ્રેયાએ સોશિયલ મીડિયા પર આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું છે કે, બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતો ફોટાને શેર કરીને શ્રેયાએ લખ્યું છે કે- બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. શિલાદિત્ય અને હું આ ખબર તમારા લોકો સાથે શેર કરીને ઘણું રોમાંચ અનુભવી રહ્યાં છે. પોતાના લાઈફના નવા ચેપ્ટરની શરૂઆતની સાથે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

શ્રેયા ઘોષાલની માતા બનવાની ખબરથી ફેન્સ વચ્ચે ઘણી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને યુઝર્સ સંગ બોલિવુડના સિતારાઓ તેમને કોમેન્ટ કરીને વધામણી ઓ આપી રહ્યાં છે. ઘણા ફેન્સે શ્રેયા અને તેના પતિને ઘણી બધી દુઆઓ આપી છે. શ્રેયાએ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યાં હતા. આ બંને બાળપણથી એકબીજાને પસંદ કરતા હતા.

હાલમાં સિંગર હર્ષદીપ કૌર અને તેના પતિ મનકીત સિંહે પુત્રનું સ્વાગત કર્યું છે. હર્ષદીપે થોડા સમય પહેલા જ પોતાના પતિ સાથે કરાવેલા પ્રેગનન્સી ફોટોશૂટના ફોટા શેર કરીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર આ દુનિયામાં આવી ગયો છે. હર્ષદીપ અને શ્રેયા સિવાય સિંગર નીતિ મોહન પણ પોતાના પહેલા બાળકના સ્વાગત માટે તૈયાર છે. શ્રેયા ઘોષાલે પોતાને પ્રેગનન્સી દરમિયાન પણ વ્યસ્ત રાખી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch