Thu,18 April 2024,9:45 pm
Print
header

હત્યારા આફતાબે શ્રદ્ધાનું માથું તળાવમાં ફેંક્યું હતુ ! દિલ્હી પોલીસ લાગી તપાસમાં- Gujarat Post News

નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસને લઈને દિલ્હી પોલીસ તરફથી સતત ખુલાસા થઈ રહ્યાં છે. શ્રદ્ધાના બોયફ્રેન્ડ અને હત્યારા આફતાબ પૂનાવાલાએ તપાસ ટીમને જણાવ્યું કે તેણે પોતાની ગર્લફ્રેન્ડનું કપાયેલું માથું તળાવમાં ફેંકી દીધું હતું. પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીના કર્મચારીઓ સાથે મળીને મેહરૌલીના તળાવમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું છે.

આફતાબે શ્રદ્ધા સાથે જોડાયેલા તમામ પુરાવા છુપાવવાની વાત કબૂલી છે. તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ ઘરમાંથી મળી આવેલી ત્રણ તસવીરોનો નાશ કર્યો હતો.પોલીસને આફતાબના છતરપુરના ફ્લેટમાંથી શ્રદ્ધાની બેગ પણ મળી આવી છે, તેની સાથે તેના કપડાં અને જૂતાં મળી આવ્યાં છે. દિલ્હી પોલીસની માંગ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ આવ્યાં પછી આફતાબનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાશે.

પોલીસને શરૂઆતની તપાસમાં 8 થી 10 હાડકાં મળી આવ્યાં હતા. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આફતાબ પૂનાવાલાનું મુખ્ય લોકેશન છતરપુરનો એ ફ્લેટ છે, જ્યાં હત્યા પહેલા બંને રહેતા હતા. પોલીસ તપાસમાં સામેલ બીજું મહત્વનું સ્થાન ગુરુગ્રામના કોલ સેન્ટરની નજીક છે જ્યાં આફતાબ છેલ્લી વાર કામ કરતો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch