મુંબઈઃ શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટીને ટોણો માર્યો છે. સામનામાં છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે, જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં બાદ પાર્ટીમાં સતત બદલાવ થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીના મનમાં જે છે તે જેપી નડ્ડા દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. નડ્ડા દ્વારા જ ઉત્તરાખંડ તથા કર્ણાટકના મુખ્યમંત્રી બદલવામાં આવ્યાં. ગુજરાતના મુખ્યમંત્રીને એક જ ઝટકે બદલીને આખા મંત્રીમંડળનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે.
સામનામાં લખવામાં આવ્યાં મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા નેતા છે પરંતુ હવે મોદી-નડ્ડાએ એવો ઝટકો આપ્યો છે કે બીજા નેતાઓ નારાજ થઇ ગયા છે. તેમના આ નિર્ણય પરથી એ તો નક્કિ છે કે રાજનીતિમાં કશું અશક્ય નથી. રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓને મોદી તથા નડ્ડાએ ઘરે બેસાડી દીધા છે. જે 24 મંત્રીઓએ શપથ લીધા છે તેઓ પ્રથમ વખત જ મંત્રી બન્યા છે.
નીતિન પટેલ સહિત જૂના લોકોને કાઢીને મોદી તથા નડ્ડાએ ગુજરાતમાં નવો દાવ ખેલ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા અધ્યક્ષ હતા તેમને મંત્રી બનાવી દીધા. રૂપાણી પાછળ અમિત શાહનું સમર્થન હતું પરંતુ આખા મંત્રીમંડળને ઘર ભેગું કરીને મોદી-નડ્ડાની જોડીએ એક જોરદાર રાજકીય સંદેશ તેમની પાર્ટીને જ આપ્યો છે. સામનાએ ભાજપમાં ચાલતા જૂથવાદને લઇને કટાક્ષ કર્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23