Fri,19 April 2024,9:54 am
Print
header

Punjab Election: શિરોમણિ અકાળી દળે જાહેર કરી 64 ઉમેદવારોની પ્રથમ યાદી

ચંદીગઢ: આગામી વર્ષે યોજાનારી  પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈ  શિરોમણિ અકાલી દળે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં અકાલી દળે 64 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ફિરોઝપુર સીટથી લોકસભા સાંસદ અને અકાલી દલના પ્રમુખ સુખબીર સિંહ બાદલ આ વખતે ચૂંટણી મેદાનમાં હશે. તેમણે માલવા વેસ્ટ ઝોનની જલાલાબાદથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીએ ગુરદાસપુર સીટથી ગુરબચનસિંહ બાબેહાલીને ઉમેદવાર બનાવ્યાં છે. આ સિવાય અમૃતસર નોર્થથી અનિલ જોશી, અમૃતસર વેસ્ટથી ડોક્ટર દલબીર સિંહ વર્કા અને અમૃતસર સાઉથથી તલહીરસિંહ ગિલને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.

અકાલી દળે લુધિયાના સેન્ટ્રલ સીટથી પ્રીતપાલ સિંહ પાલીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે લુધિયાના વેસ્ટથી મહેશિંદર સિંહ ગ્રેવાલ અને લુધિયાના ઈસ્ટથી રંજીત સિંહ ગિલને ટિકિટ આપી છે. આ સિવાય મોગા સીટથી મખન બરજિંદર સિંગ અને ફિરોઝપુર ગ્રામિણથી જોગિંદર સિંહ જિંદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ ફાઝિલકા વિધાનસભા સીટથી હંસરાજ જોસાન, ફરીદકોટથી પરમબંસ સિંહ બંટી રોમાના, બરનાલા સીટથી કુલવંત સિંહ કાંટા, પટિયાલાની નાભા સીટથી કબીર દાસ અને પટિયાલાની સનૌર સીટથી હરિંદર સિંહ ચંદુમાજરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch