Sat,20 April 2024,4:05 pm
Print
header

આખરે કેમ કરી હત્યા ? શિન્ઝો આબેના હત્યારાએ તાજેતરમાં જ છોડી હતી નોકરી- Gujarat Post

હત્યારો જાપાન નેવીમાં કરતો હતો નોકરી 

શિન્ઝો આબેના હત્યારાનો ફોટો

- જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની શુક્રવારે હત્યા કરવામાં આવી 
- આરોપીઓએ ચૂંટણી સભા દરમિયાન ગોળીબાર કર્યો હતો
- ગોળીબાર કરનાર વ્યક્તિને સુરક્ષા જવાનોએ પકડી લીધો હતો

જાપાનઃ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યાની તપાસ પ્રીમિયમ તપાસ એજન્સી એનપીએને સોંપવામાં આવી છે. જાપાનના ગૃહ મંત્રાલયે મોડી રાત્રે તેનો આદેશ કર્યો છે. સ્થાનિક ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન જાપાન ટાઈમ્સ અનુસાર, શિંજો આબેની હત્યામાં ઝડપાયેલા 42 વર્ષીય યામાગામી તેત્સુયાએ તાજેતરમાં જ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેણે નોકરી છોડવાનું કારણ થાક્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી તેને આરામ કરવા નોકરી છોડી હતી.

'જાપાન ટાઈમ્સ'ના સમાચાર અનુસાર, તપાસ એજન્સી પહેલા તપાસ કરશે કે પૂર્વ પીએમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે કેમ અને જો બેદરકારી હતી તો કયા સ્તરે ? આ સાથે હત્યાના સ્થળને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. અમેરિકન તપાસ એજન્સીઓ પણ જાપાનની મદદ કરી શકે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું - અમને કેટલીક ખૂબ જ ગુપ્ત માહિતી મળી છે. આ અંગે કંઈપણ કહેવું તપાસને ગંભીર અસર કરી શકે છે. તેથી, લોકોને તે જ કહેવામાં આવશે જે કહેવા યોગ્ય છે.

જાપાનમાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે નહીં

આ ઘટના પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે જાપાનમાં યોજાનારી ચૂંટણી સ્થગિત કરવામાં આવશે, પરંતુ હવે સ્પષ્ટ છે કે જાપાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી સમયસર યોજાશે.એક અધિકારીના મતે-એક દેશ તરીકે, જો આપણે ચૂંટણી મુલતવી રાખીએ છીએ તો તેનો અર્થ એ થશે કે આપણે થોડા માથાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સરકાર હવે દરેક વ્યક્તિ અને ખાસ કરીને વીવીઆઈપીની સુરક્ષા પર નવેસરથી વિચાર કરશે. હાઉસ ઓફ કાઉન્સિલરની ચૂંટણી મોકૂફ રાખવાનો કે રદ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી.

આરોપીએ તાજેતરમાં જ નોકરી છોડી હતી

કેસની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે આરોપી યામાગામી તેત્સુયા 20 વર્ષની ઉંમરે નેવીમાં જોડાયો હતો. જો કે, તે વિંગમાં હતો જ્યાં તેની પાસે હથિયારો ન હતા. તેણે 2005માં નોકરી છોડી દીધી હતી. તે શરૂઆતથી નારા શહેરમાં એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેના પરિવાર વિશે કોઈ માહિતી નથી. તેના નજીકના વ્યક્તિએ જાપાન ટાઈમ્સને જણાવ્યું - કે એવું ક્યારેય નથી લાગ્યું કે તેને રાજકારણમાં કોઈ રસ હોય, અમે તેમને ક્યારેય રાજકારણ વિશે વાત કરતા જોયા નથી. તેણે ગ્રેજ્યુએશન વિદાય પુસ્તકમાં લખ્યું હતું – મને ખબર નથી કે ભવિષ્યમાં શું કરવું છે. હાલમાં આ વ્યક્તિને ઉંડી તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch