Fri,19 April 2024,4:44 pm
Print
header

શું શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી થશે અલગ ? નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ એક સમયે બોલિવૂડનું પરફેક્ટ કપલ ગણાતું શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા અલગ થઈ શકે છે. શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પોનોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા હજુ પણ જેલમાં છે. પોર્ન ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાના મામલે આ પરિવારની આબરૂના ધજાગરા થયા છે. આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પતિ રાજ કુન્દ્રાની  ધરપકડ થતા શિલ્પા શેટ્ટીએ ઘણી જ બદનામી સહન કરવી પડી છે.શિલ્પાનાં નજીકના મિત્રોનું કહેવું છે કે આ આખી ઘટનાથી આઘાતમાં રહેલી શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી અલગ રહેવાનું વિચારી રહી છે.

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે શિલ્પા શેટ્ટીના ખાસ નિકટના મિત્રએ એક્ટ્રેસના અંગત જીવન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.કહ્યું કે રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો અહીં જ સમાપ્ત થતી નથી. આ મુશ્કેલીઓ દિવસે દિવસે વધે તેમ છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીમાં ફસાયેલો છે.તે વાત જાણીને શિલ્પા શેટ્ટી આઘાતમાં હતી. તેને નહોતી ખબર કે તેનાં બધા ડાયમંડ અને ડુપ્લેક્સ પોર્ન બિઝનેસમાંથી આવ્યાં છે.

આ મિત્રનું ત્યાં સુધી કહેવું છે કે શિલ્પા હવે પતિની સંપત્તિથી બાળકોને દૂર રાખવા માગે છે. તે કુંદ્રાની સંપત્તિને અડવા પણ તૈયાર નથી. શિલ્પા રિયાલિટી શોમાં જજ બની અને તેનાં એન્ડોર્સમેન્ટથી પૂરતી કમાણી કરી શકે છે. હજુ સુધી શિલ્પા શેટ્ટી તરફથી રાજ કુન્દ્રા કે તેનાથી અલગ થવા મામલે કોઇ જ સત્તાવાર સ્ટેટમેન્ટ આવ્યું નથી. શિલ્પા પતિ રાજ સાથે રહે છે કે પછી તેનાથી અલગ થાય છે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch