Sat,20 April 2024,4:16 pm
Print
header

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી, શશિ થરૂર 30 સપ્ટેમ્બરે નામાંકન કરશે દાખલ- Gujarat post

અશોક ગેહલોત પ્રમુખ પદની ચૂંટણી લડશે કે નહીં તેના પર સૌની નજર  

પવન બંસલે ઉમેદવારી કરવાના સંકેત આપ્યાં

નવી દિલ્હીઃ રાજસ્થાનની રાજનીતિમાં ઉથલ પાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે નહીં તે હજુ સુધી નક્કિ નથી. બીજી તરફ કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા શશી થરુરે  ફોર્મ ઉપાડ્યું છે. કોંગ્રેસના ચૂંટણી કમિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં બે ફોર્મ ગયા છે.જેમાં શશી થરુર અને પવન બંસલ ઉમેદવારી કરશે તેવા સંકેત આપ્યાં છે. અશોક ગેહલોત હવે પ્રમુખ પદની ચૂંટણી લડશે કે કેમ તે નિશ્ચિત નથી.

મિસ્ત્રી આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યાં હતા.જો પક્ષના પ્રમુખ પદમાં ગાંધી જૂથ તરફથી કોઇ નામ ન આવે તો ચૂંટણીની શક્યતા વધી જાય છે.શશી થરુરે જાહેર કરી દીધું છે કે તેઓ 30 તારીખે સવારે 11 વાગ્યે ઉમેદવારી પત્રક ભરશે. 

બીજી તરફ રાજસ્થાનની રાજનીતિમાં ગરમાવો છે, અશોક ગેહલોત ગ્રુપ સચિન પાયલોટનો વિરોધ કરી રહ્યું છે. ગેહલોતને જ સીએમ રહેલા દેવાની માંગ કરાઇ છે. જો ગેહલોત સીએમ પદેે નહીં હોય તો તેમના જૂથના જ કોઇ વ્યક્તિને સીએમ બનાવવાની માંગ ઉઠી હતી. જો કે હવે ગેહલોતના સમર્થનમાં રાજીનામું આપનારા ધારાસભ્યો ઠંડા પડી ગયા હોય તેમ લાગે છે. કોંગ્રેસ હાઇ કમાન્ડની સમગ્ર સ્થિતી પર નજર છે. ગેહલોત સીએમની ખુરશી છોડવા જ તૈયાર નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch