Sat,20 April 2024,4:23 pm
Print
header

કોંગ્રેસ અધ્યક્ષના પદના મજબૂત દાવેદાર શશી થરૂર ફરી વિવાદમાં, ભારતનો ખોટો નકશો ટ્વીટ કરી નાખ્યો-Gujaratpost

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે નવો વિવાદ કર્યો છે. ચૂંટણી મેનિફેસ્ટોના પેજ નંબર બે પર છપાયેલા ભારતના નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો ગાયબ હતા. તેમને કોઇ ખોટો નકશો ટ્વીટ કરી નાખ્યો હતો. વિવાદ થતા થરૂરે ટ્વિટર એકાઉન્ટ પરથી વિવાદાસ્પદ નકશાવાળી પોસ્ટ હટાવી નાખી હતી. તેમણે સુધારેલા મેનિફેસ્ટોને ટ્વિટ કરીને ભૂલ માટે માફી માંગી છે.

નકશાની નીચે લખ્યું છે - PCC પ્રમુખોને સત્તા મળવી જોઈએ ચૂંટણી ઢંઢેરાના જે પેજ પર વિવાદીત નક્શો છપાયો છે, તેના પર લખ્યું છે-  દરેક પાર્ટીને માત્ર ટોપ પર નહીં પરંતુ તમામ લેવલ પર નેતૃત્વની જરુર હોય છે. રાજ્યોમાં કૉંગ્રેસને મજબૂત બનાવવા માટે PCC પ્રમુખોને વાસ્તવિક અધિકાર મળવા જોઈએ. તેનાથી પાર્ટીના ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો સાચા અર્થમાં સશક્ત બનશે. 

શશિ થરૂરે ભારતનો ખોટો નકશો ટ્વીટ કરવા બદલ માફી માંગી છે. તેમણે ફરીથી સુધારેલા મેનિફેસ્ટો સાથે ટ્વિટ કર્યું. કોંગ્રેસમાં શુક્રવારે પ્રમુખની ચૂંટણી માટે 3 ઉમેદવારીપત્રો આવ્યાં હતા પ્રથમ નામાંકન શશિ થરૂરનું, બીજું નામાંકન ઝારખંડથી કોંગ્રેસ નેતા કે.એન. ત્રિપાઠી અને ત્રીજુ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દાખલ કરવામાં આવ્યું છે. સાથે નક્કી છે કે આગામી કૉંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હોય. નોંધનિય છે કે પાકિસ્તાન અનેક વખતે ખોટા દાવા કરી ચુક્યું છે કે લેહ-લદ્દાખ તેમનો ભાગ છે અને આ નકશાને લઇને અનેક વખતે ભાજપે પાક અને દુનિયાને જવાબ આપી દીધા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch