Tue,16 April 2024,10:09 am
Print
header

ભાજપ એટલે પ્રાયવેટ લિ.કંપની.. AAP માં જતા જ શરદ લાખાણીએ ભાજપની પોલ ખોલી નાખી

અમરેલીઃ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓના વિસ્તાર અમરેલીમાંથી વધુ એક ભાજપ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે, વર્ષો સુધી ભાજપમાં રહેલા શરદ લાખાણીએ આપમાં એન્ટ્રી કરી લીધી છે, ભાજપ છોડતા જ તેમને ભાજપને તાનાશાહ પાર્ટી ગણાવી દીધી છે કહ્યું કે ભાજપ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની, અને અહીં તાનાશાહી જ ચાલે છે.

આપ નેતા મહેશ સવાણીની હાજરીમાં શરદ લાખાણીએ આપમાં એન્ટ્રી કરી છે તેઓ અંદાજે 28 વર્ષ સુધી ભાજપમાં રહ્યાં છે, તેમની સાથે ભાજપના યુવા નેતા મુકેશ તરૈયાએ પણ આપમાં એન્ટ્રી કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપના નેતાઓ આપમાં જઇ રહ્યાં છે સૌરાષ્ટ્રમાં અમરેલી જેવા વિસ્તારોમાં પહેલાથી જ પાટીદારો ભાજપથી નારાજ છે હવે આમ આદમી પાર્ટી પણ આવા વિસ્તારોમાં એન્ટ્રી કરી રહી છે જેથી ભાજપની ચિંતા વધશે તે નક્કિ છે. નોંધનિય છે કે શરદ લાખાણી જિલ્લા પંચાયલ પ્રમુખ અને ભાજપ જિલ્લા પ્રમુખ જેવા અનેક હોદ્દાઓ પર રહી ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch