Thu,25 April 2024,7:29 am
Print
header

લજવાઇ ખાખી, વાનમાં યુવતી સાથે વાંધાજનક હાલતમાં ઝડપાયો પીધેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ

પોલીસકર્મીને સ્થાનિકોઓ માર માર્યો 

રાજકોટઃ રાજ્યમાં વધુ એક પોલીસકર્મીએ પોલીસ વિભાગની છબી ખરાબ કરી છે, શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા એક યુવતી સાથે પોલીસ વાનમાં વાંધાજનક હાલતમાં ઝડપાઇ ગયો હતો, જાહેરમાં જ કારમાં બેસીને અડપલાં કરનારા આ પોલીસકર્મીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

શાપર-વેરાવળ ગામ પાસે આ હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હતો, લોકોએ તેનો યુવતી સાથેનો વીડિયો બનાવી લીધો છે અને જાહેરમાં તેની આવી હરકત માટે તેને માર મારીને ગામમાં ફેરવ્યો હતો. જો કે પીઆઇએ આવીને જે લોકોએ વીડિયો ઉતાર્યાં હતા તેમના જ મોબાઇલ જપ્ત કરી લેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે, બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીએ તેમના વિભાગના આ પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. જોવું રહ્યું કે આ પોલીસકર્મી સામે શું કાર્યવાહી કરાય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch