Thu,25 April 2024,12:18 pm
Print
header

શું ભાજપમાં બળવાની સ્થિતી છે ! શંકરસિંહ વાઘેલાએ કહ્યું અર્જુને યુદ્ધ કરવું પડશે

નીતિન પટેલ અને શંકરસિંહ વચ્ચે મુલાકાતની અફવા છે કે સાચી વાત છે ?

ગાંધીનગરઃ ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ આપ્યાં બાદ તેમની ટીમના નવા નામો પણ સૌને ચોંકાવનારા છે. મંત્રીમંડળમાંથી અગાઉના તમામ સિનિયર મંત્રીઓના પત્તા કપાયા છે.નીતિન પટેલ, કુંવરજી બાવળિયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, દિલીપ ઠાકોર, ગણપત વસાવા સહિત બધાને ફરીથી મંત્રીપદ નથી અપાયું, ત્યારે આ સ્થિતીમાં ભાજપમાં બળવાની સ્થિતી હોય તેમ લાગી રહ્યું છે.

આ બધાની વચ્ચે હવે વર્ષો પહેલા ભાજપ સામે બળવો કરીને છૂટા થયેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અર્જુને હવે યુદ્ધ લડવું પડશે, આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી.પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી સ્થિતિ આવે તો 'અર્જુન' તારે નિઃસંકોચ યુદ્ધ લડવું જ પડશે.

બાપુએ એક રીતે ભાજપના નેતાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે, જો કે તેમને અર્જુન કોને  કહ્યું છે તે વિચારવા જેવી વાત છે, કારણ કે અહીં તો અનેક નેતાઓનું મંત્રીપદ ગયું છે, બીજી તરફ નીતિન પટેલ અને શંકરસિંહ વચ્ચે મુલાકાત થયાનું બે દિવસથી ચર્ચાઇ રહ્યું છે જો કે આ વાતમાં કેટલું તથ્ય છે તે આવનારા દિવસોમાં જ સામ આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch