Wed,19 February 2025,8:07 pm
Print
header

સ્ટેટ GST માં મોટા પાયે બદલીઓ, થોડા સમય પહેલા જ મનગમતી જગ્યાએ બેઠેલી સિન્ડીકેટ પણ વિખેરાઇ ગઇ

સ્ટેટ જીએસટીમાં જેસી, ડીસી અને એસીની બદલીઓના ઓર્ડર થયા

ડીસી અને એસી લેવલના અધિકારીઓને ગત જુલાઇમાં પ્રમોશન સાથે મનગમતી જગ્યાઓ અપાઇ હતી તેઓની ફરી બદલી થઇ  

એડિશન કમિશનર(અન્વેષણ) નો ચાર્જ એમ.એ.કાવટકર પાસેથી લઇને IRS ડી.સી.હેરમાને સોંપવામાં આવ્યો

સ્ટેટ જીએસટીમાં ડી.સી.હેરમાનું કદ વધ્યું

અમદાવાદઃ સ્ટેટ જીએસટીમાં અનેક અધિકારીઓની બદલીઓના ઓર્ડર થયા છે, જેસી, ડીસી અને એસીની બદલીઓ થઇ છે. ગત જુલાઇ માસમાં ડીસી અને એસી લેવલના અધિકારીઓને પ્રમોશન અપાયા હતા અને કેટલાકને મનગમતું પોસ્ટિંગ મળી ગયું હતુ, પરંતુ હવે તે અધિકારીઓની પણ બદલીઓ કરી નાખવામાં આવી છે, કેટલાકને સાઇડ લાઇન કરાયા છે. સાથે જ વેરા ભવનમાં ચર્ચાઓ થઇ રહી છે કે આ બદલીઓમાં જ્ઞાતિવાદ દેખાઇ રહ્યો છે.

મહત્વના અન્વેષણ વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને જવાબદારી સોંપાઇ હોવાની ચર્ચાઓ

આ વખતે અન્વેષણ જેવા મહત્વના વિભાગમાં બિન અનુભવી અધિકારીઓને મુકી દેવામાં આવ્યાં હોવાની વેરા ભવનમાં જ ચર્ચા થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે અનુભવી અધિકારીઓને સાઇડ લાઇન કરીને તેમને અન્ય જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

બીજી તરફ સ્ટેટ જીએસટી વિભાગમાં ઘણા સમયથી એક સિન્ડીકેટ ચાલતી હતી, જે મોબાઇલ સ્કવોર્ડને કન્ટ્રોલ કરતી હતી અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવતી હતી. અગાઉ કેટલાક અધિકારીઓ સામે પીએમઓ સુધી ભ્રષ્ટાચારની ફરિયાદો પણ થઇ હતી, આ મામલે પણ સરકારે નોંધ લીધી હોવાનું આ બદલીઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

સ્ટેટ જીએસટી કમિશનર રાજીવ ટોપનોએ બોગસ બિલિંગ રોક લગાવી, ગાડીઓની ટેક્સ ચોરી પકડી

સ્ટેટ જીએસટી કમિશનર રાજીવ ટોપનોએ ચાર્જ સંભાળ્યાં બાદ બોગસ બિલિંગના માફિયાઓ અને રોડ પર ટેક્સ ચોરી કરનારાઓ સામે તવાઇ બોલાવી હતી. ખાસ કરીને પાન-મસાલા, સળિયા, જીરુ, તમાકું સહિતની કોમોડિટીમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડી છે, ટેક્સ ચોરી કરનારાઓના ગોરખધંધા બંધ કરાવી દીધા છે, જેનાથી કેટલાક અધિકારીઓની દુકાનો પણ બંધ થઇ ગઇ છે, રાજીવ ટોપનોની કામગીરીથી સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઇ છે, છેલ્લા થોડા જ દિવસોમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડીને રિકવરી કરવામાં આવી છે, જો કે આ વખતની બદલીઓમાં મહત્વની વાત એ છે કે જૂની સિન્ડિકેટને સાઇડ લાઇન કરીને મોટા ફેરફાર કરાયા છે અને વધુમાં વધુ ટેક્સ ચોરી પકડીને બોગસ બિલિંગ અને બિલ વગરની ગાડીઓ પકડી પાડવા એક નવી જ રણનીતિ તૈયાર કરાઇ છે.

 

 

 

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch