Mon,26 October 2020,12:42 am
Print
header

હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે, સેશન્સ કોર્ટે રાજ્ય બહાર જવાની અરજી ફગાવી

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે(Hardik Patel) અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી.આ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજીને ફગાવી દીધી છે.

કોંગ્રેસ(Congress)ના નેતા અને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કરેલી અરજી અંગે સેશન્સ કોર્ટે ગઈ કાલે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને હાર્દિકની અરજી ફગાવી દીધી હતી.

આ પહેલાં હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જેનો સરકારે એવું કહીને વિરોધ કર્યો હતો કે હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે સરખો છે.

સરકારે કોર્ટમાં અરજીનો વિરોધ કરતા દલીલો કરી હતી કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્ય(Gujarat)ની બહાર જવા દેવા યોગ્ય નથી. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->