Wed,24 April 2024,8:27 am
Print
header

Corona virus: રાષ્ટ્રીય સીરો સર્વેમાં કેટલા લોકોમાં જોવા મળી એન્ટિબોડી, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને ઘણા રાજ્યોમાં કેસ ઘટી ગયા છે સ્થિતિ કાબુમાં છે. જો કે દેશભરમાં કરાવવામાં આવેલા સીરોલોજિકલ સર્વેમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યાં છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે અને તેમના શરીરમાં કોવિડ-19 વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત થઈ ચુકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં 67.7 ટકા લોકો સીરો પોઝિટિવ આવ્યાં છે. સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે.

ICMR ના ડાયરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા તેમણે કહ્યું કે, સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં 85 ટકામાં સાર્સ-સીઓવી-2 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્ય કર્મીઓમાં 10 ટકાને અત્યાર સુધી રસી લાગી નથી.

40 કરોડ લોકોને હજુ પણ ખતરો

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-2 એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું કે સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે, સંપૂર્ણ રસીકરણ બાદ યાત્રા કરે. આઈસીએમઆરે કહ્યું કે, બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે.

કોરોના વિરુદ્ધ વેક્સિન છે ઉપયોગી

સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે.તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch