Fri,19 April 2024,10:36 am
Print
header

પાકિસ્તાનઃ પેશાવર હાઇકોર્ટમાં થયો ગોળીબાર, વરિષ્ઠ વકીલ લતીફ આફ્રિદીનું મોત

ઇસ્લામાબાદઃ પેશાવર હાઈકોર્ટની અંદર બાર એસોસિયેશનના રૂમમાં થયેલા ગોળીબારમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લતીફ આફ્રિદીનું મોત થઇ ગયું છે.એક પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર લતીફ આફ્રિદી બાર એસોસિયેશન રૂમમાં અન્ય વકીલો સાથે બેઠા હતા, ત્યારે એક બંદૂકધારીએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

આફ્રિદીને તાત્કાલિક પેશાવર લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે, ખૈબર પખ્તુનખ્વામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ ચિંતાજનક છે, પ્રાંતીય સરકારે તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

અબ્દુલ લતીફ આફ્રિદી જેને લતીફ લાલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વકીલ અને પશ્તુન રાષ્ટ્રવાદી રાજકારણી હતા, જેઓ અગાઉ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન ઓફ પાકિસ્તાનના પ્રમુખ હતા.તેઓ નેશનલ ડેમોક્રેટિક મૂવમેન્ટના વરિષ્ઠ નેતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch