Thu,25 April 2024,6:58 am
Print
header

રાજ કુન્દ્રા-શિલ્પાને SEBI એ લગાવી ફટકાર, જાણો કેટલા લાખ રૂપિયાનો કર્યો દંડ

મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવેલા બિઝનેસમેન રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર સેબીએ મોટી કાર્યવાહી કરી છે. આ બંનેની સાથે વિયાન ઈન્ડસ્ટ્રીઝે શેર કારોબારમાં ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન બદલ દોષી માન્યા છે, તેમના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સેબીની તપાસમાં જાણવા મળ્યું કે 1 સપ્ટેમ્બર 2013થી 23 ડિસેમ્બર 2015 વચ્ચે રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે સેબીના રેગુલેશંસ એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે. કંપની દ્વારા 29 ઓક્ટોબર 2015ના રોજ 5 લાખ ઈક્વિટી શેરનું એલોટમેંટ ચાર લોકોને કરાયું હતું. જેમાં રાજ અને શિલ્પા બંનેને 1,28,800 શેર ફાળવવામાં આવ્યાં હતા.

આ ફાળવણી બાદ બંનેએ સેબીના નિયમ મુજબ શેરના 10 લાખ રૂપિયા સુધીના ખરીદ વેચાણની જાણકારી આપવી જરૂરી હતી. પરંતુ લાંબા સમય સુધી તેમણે આ જાણ કરી ન હતી. જેને લઈ આ કાર્યવાહી કરાઈ છે. બીજી તરફ પોર્નોગ્રાફી કેસમાં રાજની પોલીસ પૂછપરછ કરી રહી છે અને તેમની સામે સકંજો કસાઇ રહ્યો છે. શિલ્પા સામે પણ આ કેસમાં મોટી કાર્યવાહી થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch