Thu,21 May 2026,4:36 am
Print
header

સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું

  • Published By
  • 2026-04-12 09:48:40
  • /

સાવરકુંડલા: આગામી નગરપાલિકા ચૂંટણીને લઈને ગરમાયેલા માહોલ વચ્ચે સાવરકુંડલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 9 ના આમ આદમી પાર્ટી (AAP) ના મહિલા ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલું પોતાનું જ ઉમેદવારી પત્ર કપટપૂર્વક ફાડી નાખતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે અધિકારી શૈલેષભાઇ જીતુભાઇ બલદાણીયા (ઉ.વ.32)એ અમીનાબેન અલીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 9 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મહિલાએ અગાઉ ચૂંટણી અધિકારીની કચેરીમાંથી સિક્કાવાળું કોરું ફોર્મ મેળવ્યું હતું.

ત્યાર બાદ નિયત નમૂના-3 મુજબનું ભરેલું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ, મહિલા ઉમેદવારે ફોર્મમાં વિગતો ભરવાની બાકી રહી ગઈ છે તેમ કહીને ચાલાકીથી અધિકારી પાસેથી ફોર્મ પરત મેળવ્યું હતું. ફોર્મ હાથમાં આવતાની સાથે જ મહિલાએ પુરાવા તરીકે રજૂ કરેલું આ સરકારી ઉમેદવારી પત્ર કપટપૂર્વક ફાડી નાખીને નુકસાન પહોંચાડ્યું હતું.

સરકારી દસ્તાવેજ અને ચૂંટણી પ્રક્રિયાના મહત્વના પુરાવાને નુકસાન પહોંચાડવાની આ ઘટનાને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ચૂંટણી અધિકારી સમક્ષ થયેલી આ હરકતને પગલે સરકારી કામગીરીમાં અવરોધ અને દસ્તાવેજો સાથે છેડછાડ કરવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં અને અન્ય ઉમેદવારોમાં ચર્ચા જાગી છે. ચૂંટણી પંચના નિયમો મુજબ આ પ્રકારની ગેરરીતિ બદલ ઉમેદવાર સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch